Google Map પર આંધળો ભરોસો કરવો ભારે પડ્યો, એક વ્યક્તિનું મૃત્યુ, ખાસ વાંચો આંખ ઉઘાડનારો કિસ્સો
આંખ ઉઘાડનારો કિસ્સો: જો તમને પણ છાશવારે ગૂગલ મેપ વાપરવાની આદત હોય તો આ હચમચાવી નાખે તેવો કિસ્સો ખાસ વાંચો.
મુંબઈ: તમે પણ અજાણી જગ્યાએ જાઓ ત્યારે ગૂગલ મેપની મદદ ચોક્કસપણે લેતા જ હશો. પરંતુ અનેકવાર તેના કારણે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. મહારાષ્ટ્ર(Maharashtra) ના અહેમદનગરમાં એક વ્યક્તિને ગૂગલ મેપ (Google Map)ની મદદ લેવી ભારે પડી ગઈ. એટલે સુદ્ધા કે આ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો.
ટ્રેક પર ગયા હતા ત્રણ મિત્રો
પોલીસના જણાવ્યાં મુજબ પુણેમાં રહેતા ત્રણ વ્યવસાયિકો ગુરુ શેખર (42), સમીર રાજુરકર (44), અને સતીષ ધુલે (34) ફોર્ચ્યુનર કારમાં મહારાષ્ટ્રની સોછી ઊંચી ટોચ કલસુઈબાઈ પર ટ્રેકિંગ કરવા માટે નીકળ્યા હતાં. પરંતુ તેમને રસ્તો બરાબર ખબર નહતી. ત્યારબાદ રવિવારે રાતે લગભગ 1:45 વાગે તેમણે ગૂગલ મેપ(Google Map)ની મદદ લીધી.
ભારત પર આ મુદ્દે ઓવારી ગયું બ્રિટન, સંસદમાં 'અદભૂત દેશ' ગણાવીને કર્યાં પેટછૂટા વખાણ
ગૂગલ મેપે ખોટા રસ્તે મોકલી દીધા
એકોલે પોલીસ સ્ટેશનના સીનિયર ઈન્સ્પેક્ટર અભય પરમારે જણાવ્યું કે, 'ટ્રેકિંગ માટે કલસુઈબાઈ જવા દરમિયાન ગૂગલ મેપે તેમને સૌથી નજીકનો રસ્તો દેખાડ્યો. જે તેમને સીધો ડેમ તરફ લઈ ગયો અને તેમની કાર પાણીમા ડૂબી ગયા.' પોલીસે કહ્યું કે આ રસ્તો વરસાદની સીઝનમાં જ બંધ કરી દેવાયો હતો કારણ કે પિમ્પલગાંવ ખંડ ડેમના પાણીમાં ડૂબી ગયો હતો.
ચાર મહિના બંધ રહે છે રસ્તો
પોલીસ અધિક્ષક રાહુલ મધને જણાવ્યું કે અકસ્માતની જગ્યા પર એક પૂલ બનેલો છે જે ફક્ત આઠ મહિના ખુલ્લો રહે છે. વરસાદની સીઝનના ચાર મહિના માટે અહીં બનાવવામાં આવેલો બંધ ખોલી નાખવામાં આવે છે. બંધમાંથી પાણી છોડવાના કારણે પુલ પાણીની અંદર ડૂબી જાય છે અને તેનો ઉપયોગ કરી શકાતો નથી.
ટ્રેન ફરી વળતા યુવકના બોડીના બે ભાગ થયા, ઉપરનો ભાગ ઉછળીને નાળામાં પડ્યો, હચમચાવી નાખે તેવા PICS
ગૂગલ મેપ પર ભરોસો કરવો પડ્યો ભારે
પોલીસે આગળ જણાવ્યું કે, 'સ્થાનિક લોકોને રસ્તો બંધ હોવાની જાણકારી હતી પરંતુ કાર ચલાવનારા સતીષ ધુલે ગૂગલ મેપ પર ભરોસો કરીને આગળ વધતા ગયા અને અંધારાના કારણે કાર સીધી પાણીમાં ઘૂસી ગઈ.'
બારી તોડીને 2 લોકોએ પોતાના જીવ બચાવ્યા
પોલીસના જણાવ્યાં મુજબ અકસ્માત દરમિયાન શેખર અને રાજુરકર ગાડીની બારી તોડીને બહાર નીકળી ગયા અને તરીને પોતાના જીવ બચાવી લીધા. જ્યારે સતીષ ધુલેને તરતા આવડતું નહતું આથી તેમનો જીવ બચી શક્યો નહીં.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube